વાવાઝોડુ VAYU Live: 'વાયુ'ના ભયથી કંડલા પોર્ટ ખાલી કરાવાયો, રાજ્યના તમામ બંદર પર 9 નંબરનું સિગ્નલ

કુદરતી આફત સામે લડવા મુખ્યમંત્રી, તંત્ર અને સુરક્ષા ટીમો કામે લાગી ગઇ છે

एबीपी माझा वेब टीम Last Updated: 12 Jun 2019 09:43 PM
પોરબંદર-દ્રારકા હાઇવે પર સમુદ્ર કિનારા અને કુછડી ગામને જોડતો પાળો તૂટ્યો, અરબી સમુદ્રનું પાણી ગામમાં ઘૂસે તેવી શકયતા
ભાજપા પ્રદેશ અધ્યક્ષી જીતુભાઈ વાઘાણી રાજકોટ ખાતે કંટ્રોલ રૂમની લીધી મુલાકાત
વાયુ વાવાઝોડાના કારણે અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, પ્રહલાદનગર, રાણીપ, ઓઢવ સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ
વાયુ વાવાઝોડાના કારણે અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, પ્રહલાદનગર, રાણીપ, ઓઢવ સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ
વાયુ વાવાઝોડાને પહોંચી વળવા એરફોર્સ સજજ, જામનગર બેઝ પર 2 સી 17 હેલિકોપટર રેસ્ક્યુ માટે તૈયાર રાખવામાં આવ્યા. એરફોર્સ દ્વારા પણ વાવાઝોડા પર સતત રાખવામાં આવી રહી છે નજર.
વાયુ વાવાઝોડાને પહોંચી વળવા એરફોર્સ સજજ, જામનગર બેઝ પર 2 સી 17 હેલિકોપટર રેસ્ક્યુ માટે તૈયાર રાખવામાં આવ્યા. એરફોર્સ દ્વારા પણ વાવાઝોડા પર સતત રાખવામાં આવી રહી છે નજર.
પોરબંદરના અસ્માવતી ઘાટ નજીક દરિયાના પાણી ઘૂસી જતા 25 જેટલી નાની હોડી તાણાય છે. ખારવા સમાજના આગેવાનો દ્વારા નાની બોટોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વાયુ વાવાઝોડાથી સિંહોને બચાવવા સાસણમાં વન વિભાગે 6 ટીમો બનાવી, ટ્રેકટર, જીસીબી, કટર મશીન સહિત એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી.
અમરેલી- રાજુલા -જાફરાબાદના પેટ્રોલ પમ્પ બંધ રાખવા તંત્રએ આપી સૂચના
વાયુ વાવાઝોડું સવારે નહી પણ બપોર બાદ ગુજરાત પર ત્રાટકશે, વાયુ વાવાઝોડાની દિશામાં પણ ફેરફાર થયો છે. વાવાઝોડું વેરાવળથી 280 કીમી દૂર છે.
વાવાઝોડાને લઇને સૌરાષ્ટ્રની પેસેન્જર ટ્રેનને 14 તારીખ સુધી કેન્સલ કરવામાં આવી, વાવાઝોડાની અસરથી ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી વાતાવરણ સર્જાયુ, અનેક જગ્યાએ વરસાદ શરૂ
વાવાઝોડાને લઇને સૌરાષ્ટ્રની પેસેન્જર ટ્રેનને 14 તારીખ સુધી કેન્સલ કરવામાં આવી, વાવાઝોડાની અસરથી ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી વાતાવરણ સર્જાયુ, અનેક જગ્યાએ વરસાદ શરૂ
વાવાઝોડુ પ્રતિ કલાક 14 કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
ગુજરાતમાં વાયુ વાવાઝોડાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી ખાસ વાતચીત, કેટલી સ્પીડે ત્રાટકી શકે છે વાયુ.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ સાંજે 4 વાગ્યા સુધીમાં 1,64,090 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વેરાવળથી 280 કિમી, પોરબંદરથી 360 કિમી દૂર છે વાવાઝોડું.
વેરાવળ તૈયારી, વાયુ વાવાઝોડાની આગાહીને પગલે સ્વૈચ્છિક સંસ્થાએ ફૂડ પેકેટ તૈયાર કર્યા
વાયુ વાવઝોડાને લઈ અમદાવાદમાં 2 લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી ફૂડ પેકેટ તૈયાર કરી અમદાવાદ કલેકટર કચેરી ખાતે એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સરકારમાંથી સૂચના મળ્યા બાદ ફૂડ પેકેટ એરલિફ્ટ કરી પ્રભાવિત વિસ્તારોમાં આપવામાં આવશે.
રાજકોટના ઉપલેટા તાલુકાના 1190 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. નિચાણવાળા વિસ્તારમાંથી ખસેડી સરકારી શાળા અને સમાજની વાડીમાં રાખવામાં આવ્યા.
અમરેલી જિલ્લાના જાફરાબાદ દરીયાકાંઠાના 1500 લોકોને જાફરાબાદની જે.એન.મહેતા હાઈસ્કૂલ સહિતના અતિથિ ગૃહમાં તંત્ર દ્વારા આશરો આપવામાં આવ્યો છે. શિયાળબેટ પરા વિસ્તારના લોકોને સવારે જ તંત્ર દ્વારા એલર્ટના પગલે સાવચેતીના ભાગરૂપે ફેરવીને જાફરાબાદ ખસેડવામાં આવ્યા છે.
વાયુ વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. થોડી જ કલાકમાં વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. વાયુ વાવાઝોડું વધુ મજબૂત થઈને વેરી સીવિયર સાયકોલનમાં પરિવર્તિત થઈ ગયું છે.

વાવાઝોડાની ગતિ પહેલા કરતાં વધી ગઈ છે. 140થી 150 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે. વાવાઝોડું વેરાવળથી 380 કિલોમીટર દૂર છે. આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, કેન્દ્ર સરકાર વાયુ વાવાઝોડા પર ઝીણવટભરી નજર રાખી રહી છે. હું રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છું. એનડીઆરએફ તથા અન્ય એજન્સીઓ ખડેપગે જરૂરી મદદ પૂરી પાડી રહી છે. પીએમ મોદીએ બીજા ટ્વિટમાં કહ્યું કે, વાયુ વાવાઝોડાના અસરગ્રસ્તોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું. સરકાર તથા સ્થાનિક એજન્સીઓ પળેપળના અહેવાલ આપી રહી છે.

‘વાયુ’ વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દરિયામાં 360 જેટલું કિલોમીટર દૂર છે. ત્યારે તેની અસર દીવના દરિયામાં જોવા મળી રહી છે. દીવના દરિયામાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળી રહ્યો છે અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દીવનો દરિયો વાવાઝોડાને લઇને ગાંડોતૂર બન્યો છે.
દીવના દરિયાની જેમ પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. જ્યારે વેરાવળના દરિયામાં સવારથી જ ઉચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં મોજા ઉછળવાને કારણે તંત્ર પણ પૂરજોશમાં વાયુ વાવાઝોડાનો સામનો કરવા સજ્જ બન્યું છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેવાડાના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.
વાયુ વાવાઝોડુંઃ ઉનામાં ભારે પવનને કારણે મકાનના ધાબાની દીવાલ ધરાશાઇ
‘વાયુ’ વાવાઝોડુ આજે રાત્રે અથવા તો આવતીકાલે વહેલી સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે. ત્યારે વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ સહિત દીવમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે.
એનડીઆરએફની 35, સેનાની 35 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પાંચ લાખ ફૂડ પેકેટ્સ બનાવવામાં આવ્યા છે. વાવાઝોડાના સંકટના પગલે અસર ગ્રસ્ત વિસ્તાર એવા જુનાગઢ ગીર સોમનાથ, રાજકોટ દ્વારકા જામનગર મોરબી, અમરેલી બોટાદ પોરબંદર અને કચ્છમાં તારીખ 12 અને 13 ના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

વાયુ વાવાઝોડાને લઇ કોંગ્રેસ દ્વારા પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા ૦૭૯-૨૬૫૮૫૦૯૯ અને ૦૭૯-૨૬૫૭૮૨૧૨ નંબર જાહેર કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા વાયુ વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. વાવાઝોડા દરમિયાન ગીર સોમનાથનાં લોકોની મદદ માટે જાહેર કરવામાં આવેલ કંટ્રોલરૂમ નંબરની યાદી નીચે પ્રમાણે છે.

કલેક્ટર કચેરી ગીર સોમનાથઃ 02876 285063/64, મામલતદાર કચેરી વેરાવળઃ 02876-244299, મામલતદાર કચેરી તાલાળાઃ 02877-222222, મામલતદાર કચેરી સુત્રાપાડાઃ 02876-263371, મામલતદાર કચેરી કોડિનારઃ 02895-221244, મામલદાર કચેરી ઉનાઃ 02875-222039, મામલતદાર કચેરી ગીર ગઢડાઃ 02875-243100.
પોરબંદર કલેક્ટરનું જાહેરનામું બહાર પાડ્યું છે. 11 જૂનથી 15 જૂન સુધી ચોપાટી પર જવા પર પ્રતિબંધ, જામનગર ના 25 ગામ ના 69000 લોકો વસવાટ કરે છે તેમાં 13900 લોકોને આવતીકાલે સ્થળાંતર કરવામાં આવશે. વાવાઝોડાની સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં એક માત્ર એરબેઝ છે તે જામનગર માં છે.
એનડીઆરએફની 35, સેનાની 35 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પાંચ લાખ ફૂડ પેકેટ્સ બનાવવામાં આવ્યા છે. 115 બસોને સ્થળાંતર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. એસટી બસના ડ્રાઈવર કંડક્ટરની રજાઓ રદ કરવામાં આવી છે. હેલિકોપ્ટર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર ભારતના હવામાન ખાતા અને ઈસરોની સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. જેના પગલે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે એક સમીક્ષા બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉપરાંત પ્રભાવિત થનારા જિલ્લાઓના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે દક્ષિણ ગુજરાતમાં પણ દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યા છે.

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ બુધવાર અને ગુરૂવાર બે દિવસ સામાન્ય વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના વેરાવળથી દક્ષિણ-પૂર્વ દિશામાં વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. અરબી સમુદ્રમાંથી શરૂ થયેલું વાવાઝોડું આગામી સમયમાં કચ્છના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
‘વાયુ’ વાવાઝોડાની ઝડપ ગુજરાતમાં 110થી 135 કિલોમીટર પ્રતિ કલાક તો મહારાષ્ટ્રમાં 70 કિલોમીટરની હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડાની સાથે વરસાદ પણ પડશે. વાવાઝોડાના કારણે નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈને ગુજરાતના તમામ અધિકારીઓ સજ્જ થઈ ગયા છે.
વાવાઝોડાની ગતિ પહેલા કરતાં વધી ગઈ છે. 140થી 150 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે. વાવાઝોડું વેરાવળથી 380 કિલોમીટર દૂર છે. આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
વાયુ વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. થોડી જ કલાકમાં વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. વાયુ વાવાઝોડું વધુ મજબૂત થઈને વેરી સીવિયર સાયકોલનમાં પરિવર્તિત થઈ ગયું છે.
વાયુ વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. થોડી જ કલાકમાં વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. વાયુ વાવાઝોડું વધુ મજબૂત થઈને વેરી સીવિયર સાયકોલનમાં પરિવર્તિત થઈ ગયું છે.
રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો, તો દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. અત્યારસુધીમાં વરસાદી વાતાવરણને કારણે ત્રણ લોકોનાં મૃત્યુ થયાનું સામે આવ્યું છે, જેમાં વ્યારામાં વીજળી પડતાં એક મહિલાનું મોત થયું, તો ભાવનગરના મહુવામાં વૃક્ષ ધરાસાયી થતા એક ખેડૂતનું મોત નિપજ્યું છે અને સુરતમાં પણ વૃક્ષ ધરાસાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે. આ સિવાય ડાંગસુબિર તાલુકામાં વીજળી પડતાં એકનું મોત નીપજ્યું છે.
વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ પહેલા ગઈકાલે મુખ્યંત્રીની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 2.91 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે વીજળી પડવા અને વૃક્ષ ધરાશાયી થવાને કારણે રાજ્યમાં ચાર લોકોના મોત થયા છે.

पार्श्वभूमी

અમદાવાદઃ ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો કહેર શરૂ થઇ ગયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતને લઇને હાઇ એલર્ટની સાથે સાથે કેટલાક ગામોમાંથી સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે, મુખ્યમંત્રી અને તંત્ર એલર્ટ થઇ ગયુ છે. કુદરતી આફત સામે લડવા માટે સુરક્ષા ટીમો કામે લાગી ગઇ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.