કુલભૂષણ જાધવ કેસઃ ભારતની મોટી જીત, ICJ એ કુલભૂષણની ફાંસી પર લગાવી રોક

ઈન્ટરનેશલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતની મોટી જીત થઈ છે. ICJ એ કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી છે. 15-1થી ભારતના પક્ષમાં ફેંસલો આવ્યો હતો. ભારતને જાધવનું કૉન્સ્યુલર એક્સેસ પણ મળશે.

एबीपी माझा वेब टीम Last Updated: 17 Jul 2019 09:32 PM
આઈસીજેમાં ભારતનો પક્ષ રાખનારા વકીલ હરીશ સાલ્વેએ કહ્યું, આઈસીજેએ માન્યું કે પાકિસ્તાને વિયેના સંધિનો ભંગ કર્યો છે. પાકિસ્તાને કાઉન્સર એક્સેસનો વિરોધ કર્યો. આઈસીજેમાં પાકિસ્તાનની હાર થઈ છે. આઈસીએજે જે રીતે આ મામલામાં હસ્તક્ષેપ કર્યો છે તેનો અમે આભાર માનીએ છીએ. તેનાથી કુલભૂષણ જાધવને ફાંસીની સજા બચી ગઈ.

લંડનમાં હરીશ સાલ્વેની પ્રેસ કોન્ફરન્સ

PM મોદીએ ટ્વિટ કરીને લખ્યું, અમે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ફેંસલાનું સ્વાગત કરીએ છીએ. તથ્યોના અધ્યયના આધારે આપવામાં આવેલા આ ફેંસલા માટે આઈસીજેને અભિનંદન. મને વિશ્વાસ છે કે કુલભૂષણ જાધવને ન્યાય મળશે. અમારી સરકાર હંમેશા દરેક ભારતીયની સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી જણાવ્યું કે, હું કુલભૂષણ જાધવની ફાંસી પર રોક અને કાઉન્સલર એક્સેસ આપવા માટેના આઇસીજેના નિર્ણયનું સ્વાગત કરું છું. સત્ય અને ન્યાયની જીત થાય છે. અમારી ધરતીના આ દીકરાને પોતાના પરિવાર સાથે જલદી પાછુ આવવાનું પડશે.

કુલભૂષણના કાકા સેવા નિવૃત્ત એસપી સુભાષ જાધવે કહ્યું, આઈસીજેને જે ફેંસલો આવ્યો છે તે સકારાત્મક છે. કુલભૂષણ મુક્ત થઈને ભારત પરત ફરશે ત્યારે ખુશી થશે.
પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમે કહ્યું કે, 15:1થી આવેલો આઈસીજેનો ફેંસલો એક સર્વસંમત ફેંસલો છે.
ICJ બહાર ભારત માતા કી જયના નારા લાગ્યા
આઈસીજેએ કહ્યું છે કે, કુલભૂષણ જાધવની સજા પર પુનર્વિચાર સુધી તેની ફાંસી પર રોક ચાલુ રહેશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ કહ્યું, અમે ફેંસલાનું સ્વાગત કરીએ છીએ.
સુષમા સ્વરાજે અન્ય ટ્વિટમાં કહ્યું, હું હરિશ સાલ્વેને આઈસીજે સમક્ષ ભારતના મામલાને ખૂબ પ્રભાવશાળી રીતે અને સફળતાપૂર્વક રજૂ કરવા માટે અભિનંદન પાઠવું છું. મને આશા છે કે આ ફેંસલાની કુલભૂષણ જાધવના પરિવારના સભ્યોને ખૂબ વધારે જરૂર હતી.

આઈસીજેના ફેંસલા પર પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું, હું કુલભૂષણ જાધવ મામલે આઈસીજેના ફેંસલાનું દિલથી સ્વાગત કરું છું. આ ભારત માટે ખૂબ મોટી જીત છે. હું આંતરરાષ્ટ્રીય ન્યાયલય સમક્ષ જાધવનો મામલો લઈ જવાની અમારી પહેલ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છું.

કુલભૂષણ જાધવ પર ભારતના પક્ષમાં 15-1થી આવ્યો ફેંસલો. 16માંથી 15 જજે ભારતના પક્ષમાં સંભળાવ્યો ફેંસલો.
આઈસીજેએ કુલભૂષણને ભારતીય નાગરિક માન્યો. કોર્ટે કહ્યુ અનેક મોકા પર પાકિસ્તાન તરફથી જાધવને ભારતીક નાગરિક કરીને સંબોધિત કરવામાં આવ્યો.

આઈસીજેમાં ભારતને મોટી જીત મળી છે. કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવી દેવામાં આવી છે. આઈસીજેના કાનૂની સલાહકાર રીમા ઓમેર ટ્વિટ કરીને કહ્યું છે કે જાધવને કાઉન્સલર એક્સેસ મળશે.

મુંબઈમાં જાધવના મિત્રો અને પરિવારજનોએ ચુકાદા પહેલા પ્રાર્થના કરી

25મી માર્ચ, 2016થી ભારત સતત જાધવના કોન્સ્યુલર એક્સસની માંગણી કરી રહ્યું હતું. 2016માં ભારતીય હાઇકમિશનને જાધવની ધરપકડની માહિતી મળી હતી. જોકે, પાકિસ્તાને જાધવનો કોન્સ્યુલર એક્સેસ ન આપતા પાછળ તે જાસૂસ હોવાનું બહાનું આગળ ધરતું રહ્યું હતું.

પાકિસ્તાનના આવા વલણને લઈને ભારતે 8મી માર્ચ, 2017ના રોજ આતંરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે 18મી મે, 2017ના રોજ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ મામલાની સુનાવણી ન થાય ત્યાં સુધી પાકિસ્તાન જાધવને ફાંસી ન આપે.
25મી ડિસેમ્બર, 2017ના રોજ પાકિસ્તાને કુલભૂષણ જાધવની માતા અને પત્નીને જાધવને મળવાની છૂટ આપી હતી. જોકે, આ મુલાકાતને પાકિસ્તાને તમાશો બનાવી હતી. મુલાકાત દરમિયાન જાધવની પત્નીનું મંગળસૂત્ર પણ ઉતારી લેવામાં આવ્યું હતું.
પાકની મિલિટ્રી કોર્ટે જાધવને જાસૂસી અને દેશ વિરોધી ગતિવિધિના આરોપમાં ફાંસીની સજા સંભળાવી છે. જાધવને ઈરાનની પકડીને ત્યાં લાવવામાં આવ્યો હોવાનો ભારતનો આરોપ છે. ઈન્ડિયન નેવીમાંથી નિવૃત્ત થયા બાદ તે ઈરાનમાં બિઝનેસ કરતો હતો. જાધવને બલુચિસ્તાનમાંથી 3 માર્ચ, 2016ના રોજ એરેસ્ટ કરવામાં આવ્યો હોવાનો પાકિસ્તાનનો દાવો છે. પાકિસ્તાને જાધવ પર બલુચિસ્તાનમાં અશાંતિ ફેલાવવાનો અને જાસૂસીનો આરોપ લગાવ્યો છે. ઈન્ટરનેશનલ કોર્ટમાં ભારત વતી સીનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ 8 મેના રોજ પિટીશન દાખલ કરી કહ્યું હતું કે, ભારતના પક્ષમાં મેરિટ તપાસતા પહેલા જાધવની ફાંસી પર રોક લગાવવામાં આવે.

पार्श्वभूमी

હેગઃ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) બુધવારે ભારતીય નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવ મામલે પોતાનો નિર્ણય આપ્યો હતો.  ભારતીય સમય પ્રમાણે સાંજે 6:30 વાગ્યે કોર્ટ પોતાનો ફેંસલો વાંચવાનું શરૂ કર્યું હતું. ઇન્ટરનેશનલ કોર્ટના નિર્ણય પર આખા દેશની નજર હતી. પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રિલ 2007માં કુલભૂષણ જાધવને જાસૂસીના આરોપસર મોતની સજા સંભળાવી હતી. જોકે, તેની સામે ભારતે આંતરાષ્ટ્રીય કોર્ટના દરવાજો ખખડાવ્યો હતો. ભારતે ICJમાં આશરે બે વર્ષ સુધી લડાઈ લડી હતી. આ કેસની અંતિમ સુનાવણી 18થી 21મી ફેબ્રુઆરી સુધી થઈ હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.