અયોધ્યા વિવાદ પર સુનાવણી પૂર્ણ , સુપ્રીમ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા ધરાવતી પાંચ જજોની બેન્ચ છ ઓગસ્ટથી આ મામલાની સુનાવણી કરી રહી હતી.

एबीपी माझा वेब टीम Last Updated: 16 Oct 2019 05:15 PM
નવી દિલ્હીઃઅયોધ્યા મામલાને લઇને સુપ્રીમ કોર્ટમાં 40 દિવસની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. પાંચ જજોની બેન્ચે આ મામલા પર સતત સુનાવણી કરી રહી છે. બેન્ચે કહ્યું કે, અયોધ્યા મામલામાં દરરોજ થઇ રહેલી સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા ધરાવતી પાંચ જજોની બેન્ચ છ ઓગસ્ટથી આ મામલાની સુનાવણી કરી રહી હતી. આ બેન્ચમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર સામેલ છે.
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે, એ વાયરલ થઇ રહ્યું છે કે મે કોર્ટમાં નકશો ફાડ્યો પરંતુ મે આ કોર્ટના આદેશ પર કર્યું. મે કહ્યુ હતું કે હું આને ફેંકવા માંગું છું ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું કે, તમે ઇચ્છો તો તેને ફાડી શકો છો.
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, નકશાથી લાગે છે કે રામચબૂતરો અંદર હતો. જેના પર રાજીવ ધવને કહ્યું કે, બંન્ને તરફ કબ્રસ્તાન છે. રાજીવ ધવને કહ્યું કે, ચબૂતરો પણ મસ્જિદનો હિસ્સો છે ફક્ત ઇમારત જ નહી આખી જગ્યા મસ્જિદનો હિસ્સો છે. તે મસ્જિદ હતી. અમારી હતી અને અમને પુનનિર્માણનો અધિકાર છે. ઇમારત ભલે તોડી પાડવામાં આવી હોય પરંતુ માલિકનો હક અમારો છે.
સુનાવણીના અંતમાં મુસ્લિમ પક્ષ તરફથી દલીલો રજૂ કરાઇ હતી. હવે સુપ્રીમ કોર્ટે લેખિત સોગંદનામું, મોલ્ડિંગ ઓપ રિલીફને લેખિતમાં જમા કરવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે.

पार्श्वभूमी

નવી દિલ્હીઃઅયોધ્યા મામલાને લઇને સુપ્રીમ કોર્ટમાં 40 દિવસની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. પાંચ જજોની બેન્ચે આ મામલા પર સતત સુનાવણી કરી રહી છે. બેન્ચે કહ્યું કે, અયોધ્યા મામલામાં દરરોજ થઇ રહેલી સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા ધરાવતી પાંચ જજોની બેન્ચ છ ઓગસ્ટથી આ મામલાની સુનાવણી કરી રહી હતી. આ બેન્ચમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર સામેલ છે.

અયોધ્યા વિવાદની સુનાવણી નક્કી સમય કરતા એક કલાક અગાઉ પૂર્ણ થઇ ગઇ છે. 23 દિવસ બાદ આ કેસમાં ચુકાદો આવશે. તમામ પક્ષોએ કોર્ટમાં આજે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. મંગળવારે જ ચીફ જસ્ટિસે તમામ પક્ષોને આજે દલીલ ખત્મ કરતા કહ્યુ હતું. આજે અનેક પક્ષોએ વધુ દલીલ માટે વધારે સમયની માંગ કરી હતી જેને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ ફગાવી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.