વર્લ્ડકપ ફાઈનલ : ઈંગ્લેન્ડને ફળી સુપર ઓવર, ન્યૂઝીલેન્ડને હાર આપી પ્રથમ વાર બન્યું ચેમ્પિયન

બંને ટીમોએ પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. અત્યાર સુધીની 11 વર્લ્ડ કપ ફાઇનલમાં ટોસ જીતનાર ટીમ 4 વાર ચેમ્પિયન બની અને ટોસ હારનાર 7 વાર ચેમ્પિયન બની છે.

एबीपी माझा वेब टीम Last Updated: 15 Jul 2019 12:05 AM

पार्श्वभूमी

વર્લ્ડકપ 2019ની ન્યૂઝીલેન્ડ-ઇંગ્લેન્ડ વચ્ચેની ફાઇનલમાં લંડનના લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બેટિંગ લીધી છે. આ અગાઉ આઉટફિલ્ડ ભીની હોવાના કારણે ટોસમાં 15 મિનિટ વિલંબ...More

વર્લ્ડકપ 2019ની ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ ફાઈનલ મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 15 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે પણ 15 રન બનાવ્યા હતા. જે બાદ મેચમાં સૌથી વધારે બાઉન્ડ્રી મારી હોય તે ટીમ વિજેતા બને તેવા નિયમના કારણે ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરાયું હતું. તેની સાથે જ ક્રિકેટનું જન્મદાતા પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બન્યું હતું.