વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટી-20 મેચમાં ભારતનો ચાર વિકેટે વિજય, સૈનીની ત્રણ વિકેટ
ટીમ ઇન્ડિયાએ રાહુલ ચહર, દીપક ચહર, લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યરનો ટીમમાં સમાવેશ કર્યો નથી.
एबीपी माझा वेब टीम
Last Updated:
03 Aug 2019 11:13 PM
ફ્લોરિડાઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાનો ચાર વિકેટે વિજય થયો હતો. વેસ્ટ ઇન્ડિઝે જીતવા માટે આપેલા 96 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 17.2 ઓવરમાં 6 ગુમાવી 98 રન બનાવી જીત મેળવી લીધી હતી. ટીમ ઇન્ડ઼િયા તરફથી રોહિત શર્માએ 24 અને કોહલી અને મનીષ પાંડેએ 19 રન ફટકાર્યા હતા. ટીમ ઇન્ડિયા તરફથી નવદીપ સૈનીએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ અગાઉ ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને ધવન એક રન પર આઉટ થયો હતો. ત્યારબાદ પંત શૂન્ય, કૃણાલ પંડ્યા 12 રન ફટકાર્યા હતા.
9 ઓવરના અંતે ભારતનો સ્કોર 44/3, કોહલી 8 અને મનીષ પાંડે 8 રને રમતમાં
8 ઓવરના અંતે ભારતનો સ્કોર 41/3, કોહલી 6 અને મનીષ પાંડે 7 રને રમતમાં
6.4 ઓવરના અંતે ભારતનો સ્કોર 33/3, પંત ખાતુ પણ ન ખોલાવી શકયો, સુનીલ નારાયણે એક જ ઓવરમાં ભારતને બે ઝટકા આપ્યા
ફ્લોરિડાઃ યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 ટી20 મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 95 રન બનાવ્યા હતા. વિન્ડિઝ તરફથી પોલાર્ડે એકલા હાથે સંઘર્ષ કરતા 49 રન બનાવ્યા હતા, પરંતુ સામે છેડેથી તેને ટેકો મળ્યો નહોતો. ભારત તરફથી ડેબ્યૂ મેન નવદીપ સૈનીએ 3, ભુવનેશ્વર કુમારે 2 વિકેટ ઝડપી હતી.
ફ્લોરિડાઃ યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 ટી20 મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 95 રન બનાવ્યા હતા. વિન્ડિઝ તરફથી પોલાર્ડે એકલા હાથે સંઘર્ષ કરતા 49 રન બનાવ્યા હતા, પરંતુ સામે છેડેથી તેને ટેકો મળ્યો નહોતો. ભારત તરફથી ડેબ્યૂ મેન નવદીપ સૈનીએ 3, ભુવનેશ્વર કુમારે 2 વિકેટ ઝડપી હતી.
પૂરન 20 રન પર સૈનીનો શિકાર બન્યો હતો. જ્યારે હેટમેરને શૂન્ય રન પર સૈનીએ આઉટ કર્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝની ટીમે પાંચ ઓવરમાં 28 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પોલાર્ડ બે રન પર જ્યારે પોવેલ શૂન્ય પર રમી રહ્યા છે.
વેસ્ટ ઇન્ડિઝે બે ઓવરમાં 8 રન પર બે વિકેટ ગુમાવી દીધી છે. ભુવનેશ્વર કુમાર અને વોશિંગ્ટન સુંદરે એક એક વિકેટ ઝડપી હતી
પ્રથમ ઓવરના બીજા બોલ પર વેસ્ટ ઇન્ડિઝ ઓપનર જ્હોન કેમ્પબેલ આઉટ થયો હતો. કેમ્પબેલને વોશિંગ્ટન સુંદરે આઉટ કર્યો હતો.
નવદીપ સૈનીની આજની મેચ પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રહેશે
લોકેશ રાહુલે છેલ્લે આ મેદાન પર વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સદી ફટકારી હતી. ટીમ ઇન્ડિયાની નજર વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સતત ચોથી જીત પર રહેશે. ભારતને છેલ્લે 2017માં કિંગસ્ટનમાં હાર મળી હતી.
पार्श्वभूमी
ફ્લોરિડાઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયાએ રાહુલ ચહર, દીપક ચહર, લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યરનો ટીમમાં સમાવેશ કર્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -