ભારતના વર્લ્ડકપ અભિયાનનો અંત, સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે 18 રનથી શરમજનક રીતે હરાવ્યું, જાડેજાની 77 રનની આક્રમક ઈનિંગ એળે ગઈ

આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલમાં કિવી ટીમે ભારતીય ટીમને 50 ઓવરમાં 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

एबीपी माझा वेब टीम Last Updated: 10 Jul 2019 08:40 PM

पार्श्वभूमी

આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલમાં કિવી ટીમે ભારતીય ટીમને 50 ઓવરમાં 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો....More

વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઈનલમાં ન્યૂઝિલેન્ડે જીતવા આપેલા 240 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ જતાં કિવી ટીમનો 18 રનથી વિજય થયો હતો. જીત સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારત તરફથી જાડેજાએ આક્રમક 77 રનની ઈનિંગ રમી હતી. ધોનીએ 50 રનનું યોગદાન આપ્યું હતું. ધોની-જાડેજાએ 115 રનની ભાગીદારી કરી હતી. ભારતે 29 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે જ હાર નક્કી થઈ ગઈ હતી. પરંતુ પંત (32 રન) અને પંડ્યા (32 રન)એ પાંચમી વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી ટીમને સ્થિરતા આપી હતી, પરંતુ આ બંનેએ મોટા ફટકા મારવાના પ્રયાસના વિકેટ ગુમાવી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 37 રનમાં 3, મિચેલ સેન્ટનરે 24 રનમાં 2 અને બોલ્ટે 42 રનમાં 2 વિકેટ લીધી હતી.