Gujarat Budget: રૂપાણી સરકાર ખેડૂતો પર મહેરબાન, જળ-જીડીપી-રોજગાર પર નીતિન પટેલનું ફૉકસ
નીતિન પટેલે વર્ષ 2019-2020ના બજેટમાં જળ, જીડીપી અને રોજગારને પ્રાધાન્ય આપ્યુ હતુ
एबीपी माझा वेब टीम
Last Updated:
02 Jul 2019 02:45 PM
નાણામંત્રી નીતિન પટેલે પહેલીવાર મોટુ બજેટ રજૂ કર્યુ, નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ કદનું બજેટ, રાજ્યની સ્થાપના બાદ પહેલીવાર 2 લાખ કરડોનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે
નાણામંત્રી નીતિન પટેલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 260 કરોડની અને નર્મદા યોજના માટે 6595 કરોડની ફાળવણી કરી છે
ભારત સરકારે રાજ્યના 28 લાખ ખેડૂતોને સહાયના પ્રથમ બે હપ્તા પેટે 1,131 કરોડ ચૂકવ્યા, ભારત સરકારે બે હેક્ટરની મર્યાદા દૂર કરી છે, જેથી રાજ્યના બધા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7111 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતોને ઝીરો ટકાના દરે લોન મળે તે માટે વ્યાજ સહાય માટે 952 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
2020 સુધી તમામ વિસ્તારમાં નળ દ્વારા શુધ્ધ પીવાનુ પાણી પહોંચાડાશે, જેના માટે હાલ 4500 કરોડની ફાળવણી કરવામાં આવી છે
ઉદ્યોગોના દુષિત પાણીને શુદ્ધ કરીને દરિયામાં નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન નંખાશે, આ માટે રૂ.2,275 કરોડ ખર્ચાશે. આ માટે આ વર્ષે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
નવી સોલાર રૂફટોપ યોજનામાં 3 કિલોવોટનો પ્લાન્ટ ફીટ કરાવનાર પરિવારને 40 ટકા સબસિડી, 3 થી 10 ટકા માટે 20 ટકા સબસિડી માટે રૂ.1000 કરોડની જોગવાઇ, આનો લાભ 2 લાખ પરિવારોને લાભ મળશે
મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના સહિત વિવિધ રોજગાર યોજનાઓનો 15 લાખ યુવાનોને લાભ અપાશે. જ્યારે આગામી 3 વર્ષમા મુદ્રા યોજના હેઠળ 50 લાખ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે
રાજ્ય સરકાર આગામી 3 વર્ષમાં નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરશે, અને સાથે સાથે 70 હજાર સખી મંડળ બનાવશે
'વ્હાલી દીકરી યોજના', જ્યારે દીકરી 9મા ધોરણમાં આવે ત્યારે 6000ની સહાય અપાશે. તેમજ 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય અપાશે. આ યોજનામાં કુલ 133 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
દીકરી માટે રાજ્ય સરકારની ખાસ યોજના, 'વ્હાલી દીકરી યોજના' અંતર્ગત દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય આપવામાં આવશે
નીતિન પટેલે 2,04,815 કરોડનુ બજેટમાં ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.6000ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર માન્યો હતો. બજેટમાં કૃષિ, રોજગારી અને પાણી પર ભાર મુકાયો.
નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ કદનુંપૂર્ણ કદનુ બજેટ, રાજ્યની સ્થાપના બાદ પહેલીવાર 2 લાખ કરડોનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે
2 લાખની આવક ધરાવતા પરિવારોને સહાય આપવા દીકરી 18 વર્ષની થાય ત્યારે 1 લાખ રૂપિયા આપવાની નાણામંત્રીની જાહેરાત
રાજ્યના મૉડીફાઇડ બજેટમાં વડાપ્રધાન મોદીના સુત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસને નજર સમક્ષ રાખવામાં આવ્યુ, રાજ્યના નાગરિકોને સુખાકારી અને વિકાસ માટે ખાસ આયોજનો કર્યા.
આ પહેલા સવારે નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને વૈશ્વિક ઓળખ મળે એવું આ બજેટ હશે.
આ પહેલા સવારે નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને વૈશ્વિક ઓળખ મળે એવું આ બજેટ હશે.
વિધાનસભાના ચોમાસુ સત્રમાં નાણામંત્રી નીતિન પટેલે નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ કદનુંપૂર્ણ બજેટ કર્યુ, જેમાં જળ, રોજગારી અને જીડીપીને પ્રાધાન્ય આપ્યુ, બજેટની શરૂઆતમાં ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.6000ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર માન્યો હતો.
રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે ગુજરાતનું નાણાં બજેટ રજૂ કર્યુ, આ સમયે પીએમ મોદી અને અમિત શાહનો આભાર માનીને બજેટમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. નીતિન પટેલે વર્ષ 2019-2020ના બજેટમાં જળ, જીડીપી અને રોજગારને પ્રાધાન્ય આપ્યુ હતુ.
पार्श्वभूमी
ગાંધીનગરઃ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે ગુજરાતનું નાણાં બજેટ રજૂ કર્યુ, આ સમયે પીએમ મોદી અને અમિત શાહનો આભાર માનીને બજેટમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. નીતિન પટેલે વર્ષ 2019-2020ના બજેટમાં જળ, જીડીપી અને રોજગારને પ્રાધાન્ય આપ્યુ હતુ.
વિધાનસભાના ચોમાસુ સત્રમાં નાણામંત્રી નીતિન પટેલે નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ કદનુંપૂર્ણ બજેટ કર્યુ, જેમાં જળ, રોજગારી અને જીડીપીને પ્રાધાન્ય આપ્યુ, બજેટની શરૂઆતમાં ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.6000ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર માન્યો હતો.
આ પહેલા સવારે નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને વૈશ્વિક ઓળખ મળે એવું આ બજેટ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -