વર્લ્ડકપ 2019: રોહિત-રાહુલની સદી, ભારતે શ્રીલંકાને 7 વિકેટે કચડ્યું

ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપ 2019નો 44મો મુકાબલો લીડ્સના હેડિંગ્લે મેદાન પર રમાઈ હતી. જેમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટથી હાર આપી હતી.

एबीपी माझा वेब टीम Last Updated: 06 Jul 2019 10:34 PM

पार्श्वभूमी

વર્લ્ડકપ 2019ના 44મા મુકાબલામાં શ્રીલંકાએ ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો.  ...More

શ્રીલંકાએ મેચ જીતવા આપેલા 265 રનના લક્ષ્યાંકને ટીમ ઈન્ડિયાએ 43.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ભારતના ઓપનરો શાનદાર શરૂઆત કરતાં 30.1 ઓવરમાં 189 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ 103, લોકેશ રાહુલે 111 રન બનાવ્યા હતા. ભારતના બંને ઓપનરો વર્લ્ડકપમાં પ્રથમ વખત સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વિરાટ કોહલી 34 રને નોટ આઉટ રહ્યો હતો. રોહિત શર્માએ વર્તમાન વર્લ્ડકપમાં 5મી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. જ્યારે લોકેશ રાહુલે વર્લ્ડકપમાં પ્રથમ વખત સદી મારી હતી. હાલ પોઇન્ટ ટેબલમાં ભારત ટોચ પર પહોંચી ગયું છે.